મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલ ક્વાલીસ  સાથે બે ઝડપાયા


SHARE







મોરબીના રંગપર પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલ ક્વાલીસ  સાથે બે ઝડપાયા

મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી ટોયોટો ક્વાલીસ ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાથી ૩૦૦ લિટરદેશી દારૂ મળી આવ્યો હતો જેથી દારૂ, મોબાઈલ અને ગાડી મળીને ૪.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી ટોયોટો ક્વાલીસ ગાડી નંબર જીજે ૧૧ એસ ૨૩૩૬ ને રોકીને પોલીસે ચેક કરતાં તે ગાડીમાથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે જીગ્નેશભાઇ કુકાભાઇ લગદાણીયા જાતે કોળી (ઉ.૨૬) રહે. ઢેઢુકી તાલુકો સાયલા, અને પ્રવિણભાઇ દિલુભાઇ માંડલીયા જાતે દેવીપુજક (ઉ.૩૦) રહે. ઢેઢુકી તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ગાડી, દારૂ અને બે મોબાઈલ મળીને કુલ ૪.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ શખ્સોને જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા જાતે કોળી રહે. ઢેઢુકી વાળાએ દારૂ ગાડીમાં ભરી આપ્યો હતો અને અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે મીયાણા રહે. કાંતીનગર, મોરબી વાળાને તે દારૂનો જથ્થો આપવા માટે આવતા હોવાનું આરોપીઓએ પોલીસને જણાવ્યુ છે જેથી પોલીસે બંને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

માટેલ વીરપર રોડ ઉપર આવેલ પ્રકાશભાઇ જુગાભાઇ સરાવાડીયા જાતે કોળી (ઉ.૨૨) ની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીએથી  દેશી પીવાનો ગરમ દારૂ લીટર- લિટર, દેશીદારૂ બનાવવાનો ગરમ આથો લીટર-૨૦ અને ઠંડો આથો લીટર-પ૦ તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો મળીને પોલીસે ,૪૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવીને તેની ધરપકડ કરવા માટે તજવીજ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના જુના ઘુટું રોડ ઉપરથી ત્રાજપર ખારીમાં જવાના રસ્તેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે તલાશી લેતા તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૂ કબ્જે કરીને પોલીસે સજુભા ઉર્ફે મજબુતસીહ દીલુભા રાઠોડ જાતે દરબાર (ઉ.૪૫) રહે. મયુર સોસાયટી રવિપાર્ક સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરી હતી અને દારૂની બોટલો ક્યાથી આવી હતી તે દિશામાં તપાસ કરેલ છે




Latest News