મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રેતી ચોરોની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ હળવદના પીઆઇ સસ્પેન્ડ


SHARE









મોરબી જિલ્લા રેતી ચોરોની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ હળવદના પીઆઇ સસ્પેન્ડ

મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદીમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શનિવારે મોડી સાંજે રેડ કરી હતી અને ત્યાથી રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને કબજે કરવામાં આવ્યા હતા તેમજ તે વાહનોને ચલાવતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ અને મુદામાલ હાલમાં હળવદ તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો અને ૫૬ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇને સસ્પેન્ડ કર્યા છે

હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે નદીમા રેતી ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમારની આગેવાનીમાં ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૨ હિટાચી, ૧૩ ડમ્પર, બે ટ્રક, ૩૩ મોબાઈલ, ૭ બાઇક સહિત કુલ મળીને ૧૨ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૫૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા હતા અને શા માટે અહીના અધિકારીઓને રેતી ચોરીનું દૂષણ દેખાતું નથી તે સૌથી મોટો સવાલ હતો તેવામાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરેલ છે જેથી કરીને પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે




Latest News