વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર, નાગડાવાસ અને ઘુંટુ ગામે દારૂની ૩ રેડ: ૧૯૩ બોટલ દારૂ સાથે મહિલા સહિત બે ઝડપાયા, એકની શોધખોળ


SHARE













મોરબીના રવાપર, નાગડાવાસ અને ઘુંટુ ગામે દારૂની ૩ રેડ: ૧૯૩ બોટલ દારૂ સાથે મહિલા સહિત બે ઝડપાયા, એકની શોધખોળ

મોરબી તાલુકાના રવાપર નાગડાવાસ અને ઘોટુ ગામે દારૂની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસે કુલ મળીને દારૂની ૧૯૩ બોટ સાથે મહિલા સપ્લાયર સહિત કુલ બે આરોપીની ધરપકડ કરેલ છે જો કે, એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી નથી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ પાસેથી ગુંગણ ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર થી સ્વીફ્ટ ડિઝાયર નંબર જીજે ૧૩ એન ૪૩૩ પસાર થઈ રહી હતી જે કારને રોકીને તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની ૯૬ બોટલ મળી આવતા પોલીસે ૩૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૩૬,૦૦૦ ના મુદ્દા માલ સાથે ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા જાતે આહિર (૪૨) રહે. નાગડાવાસ વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો? તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી નજીકના ઘુટુ ગામે પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ વોકળાના કાંઠે રહેતા હરજીભાઈ ધીરુભાઈ અદગામાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની 95 બોટલ મળી આવતા પોલીસે ૩૪,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે ઘરધણી હરજીભાઈ ધીરુભાઈ અદગામા જાતે કોળી રહે ઘુટુ પ્લોટ વિસ્તાર વાળો ઘરમાં હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસેથી પસાર થતા જ્યુપીટર સ્કૂટરને રોકીને પોલીસે ચેક કરતા સ્કૂટર લઈને જતી મહિલા પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૮૯૫ ની કિંમતની દારૂની બોટલો તથા દસ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ૩૫૫૦ રોકડા આમ કુલ મળીને ૮૪,૪૪૫ ની કિંમતના મુદ્દા માલ સાથે રેખાબેન લલીતભાઈ વઘોરા (૩૫) રહે. નાની વાવડી મોરબી વાળીની ધરપકડ કરેલ છે






Latest News