મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિના વિઘ્ને માત્ર ૩૮.૩૫ ટકા પરીક્ષાર્થીઓ જ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા


SHARE









મોરબી જીલ્લામાં વિના વિઘ્ને માત્ર ૩૮.૩૫ ટકા પરીક્ષાર્થીઓ જ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા

મોરબી જિલ્લામાં ગઇકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૬૪ કેન્દ્રો ઉપર ૨૧૧૨૦ પરિક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જો કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર ૮૧૦૦ પરિક્ષાર્થીઓએ આપેલ છે આમ મોરબી જીલ્લામાં આ પરીક્ષા માત્ર ૩૮.૩૫ ટકા ઉમેદવારોએ જ આપેલ છે

સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને ઉમેદવારો હેરના ન થાય તેના માટેની પૂરેપુરી તકેદારી તંત્ર દ્વારા રાખવામા આવી હતી મોરબી જીલ્લામાં કુલ મળીને ૬૪ કેન્દ્રો ઉપર ૨૧૧૨૦ પરિક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ઉમેદવારો માટે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો હતો અને ઘણા ઉમેદવારોને પોલીસે તેના વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચડ્યા હતા આ પરીક્ષાનું કલેકટર, ડીડીઓ, અધિક કલેકટર અને એસપી સીધું સુપર વિઝન કરી રહ્યા હતા જો કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ચોરી રોકવા માટે ૧૧ ફ્લાઈંગ સ્કવોર્ડ બનાવવામાં આવી હતી અને આ પરીક્ષામાં ઘણા ઉમેદવારો ગેરહાજર હોવાથી માત્ર ૮૧૦૦ પરિક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવેલ છે

તંત્ર અને સામાજિક કાર્યકરોએ સુંદર વ્યવસ્થા

ટંકારા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને આશ્રય સ્થાન અને ભરપેટ ભોજન કરાવતા સામાજીક કાર્યકર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પણ આખી રાત અને પરીક્ષા પુર્ણ થઈ ત્યા સુધી સુંદર વ્યવસ્થા કરી હતી. કચ્છ ભુજ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્રારકા સહિતના જીલ્લાના અનેક ઉમેદવારો રાત્રે કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા અને અહી રોકાણ કર્યું હતું આ માટે આખી રાત ટંકારા સામાજીક ટિમ દોડતી રહી ભાવિન સેજપાલ, મુન્નાભાઈ આશર, મિતેષ મહેતા, જયદીપ જાની, રણજીત ગઢવી જે પોતે પણ પરીક્ષાથી હતા, રાજ પંડયા, હેમંતભાઈ ચાવડા, અલ્પેશ ઝાપડા, જયેશ ભટાસણા સહિતના જોડાયા હતા. તો ટંકારા મામલતદાર કેતન સખિયા ટીડીઓ હર્ષવર્ધનસિહ જાડેજા, પીએસઆઈ એચ.આર. હેરભા સહિતના વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચારણ સમાજના વિધાર્થીઓ માટે વ્યવસ્થા

મોરબી જીલ્લામાં ચારણ સમાજના વિધાર્થીઓએ હેરાન ન થાય તે માટે મોરબી ચારણ સમાજના વિવિધ સેવાકીય સંગઠનો આઈ સોનલ યુવક મંડળ, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા, સોનલ જન્મોત્સવ સમિતિ, મોરબી ચારણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  ચારણ સમાજના ૯૦ જેટલા વિધાર્થીઓ માટે ક્રિષ્ના હોલ મોરબી ખાતે રહેવા, જમવા,નાસ્તા તથા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ વ્યવસ્થા માટે ABCGMYના અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, સોનલ જન્મોત્સવ સમિતિના મુકેશભા મારુ, સોનલ વાડી નિર્માણ સમિતિના સંજયભા નાંદણ,  કરણભા રાજૈયા, રફાળેશ્વર ચારણ સમાજના દિનેશભા ગુઢડા, મેહુલભા ખાત્રા, રમેશભા સોયા, વિશ્રામભા ગઢવી, પ્રફુલ્લભાઈ બારહટ, મનુભા લાંબા, દિનેશભા મારુ આઈ ક્રુપા મંડપ, યુવરાજ બારહટ, વરુણદાન બારહટ, વેજાંધભા ગઢવી કચ્છ તથા મનુદાન ગઢવી મહુવાએ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

યંગ ઈન્ડિયા ગ્રૂપ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહારગામના પરિક્ષાર્થીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૮૦૦ થી વધુ ઉમેદવારોએ આ સેવાનો લાભ લીધો હતો જેની માહિતી આપતા દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો ૮૦૦ જેટલા ઉમેદવારોએ લાભ લીધો હતો




Latest News