મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 


SHARE









જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 

ટંકારા જૈન શ્વેતાંબર સંઘમાં મોરબીથી વિહાર કરીને પધારેલ આજીવન ગુરુ ગુણ ચરણોપાસક શ્રીમણીગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મા.સા. આદિ ૧૫ સાધુ ભગવંતોની પધરામણી થઈ અક્ષતની ગહુંલી કાઢી સ્વાગત કર્યું હતું અને ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબી સમસ્ત જૈન સંઘ અને ટંકારા જૈન સંઘના ઉપક્રમે ચૈત્ર માસની શાશ્વત ઓળી જૈનઆચાર્યની નિશ્રામાં યોજવામાં આવી હતી જેના લાભાર્થી દિનાબેન દિલીપભાઈ સવંતભાઈ સુતરીયા પરિવાર સિધ્ધાર્થ ક્વાર્ટઝે સુંદર લાભ લીધો હતો ૫૫૦ આરાધકો ટંકારાના ૪૮ આરાધકો હતા. આમનું રવિવારે બપોરે જાહેર સભા દરમિયાન તિલક હાર કવરથી બહુમાન કરાયું હતી અને તપસ્વી અમર રહોના ગગનભેદી નાદ દેરાસરમાં ગુંજી ઉઠયા હતા ત્યારે ૪૮ તપસ્વીઓમાં ૧૫ સ્થાનકવાસી ૧૫ દેરાવાસી ૧ યતી અને ૧૨ અજૈન આરાધકોએ  ભાવથી ૧૦ આયંબિલની તપસ્યા કરેલ હતી

પ્રવચન વેળાએ રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ વિષય પર જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી મા.સા  દ્વારા જાહેર પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રામાયણ સંસ્કૃતિની ગંગોત્રી છે સંસ્કારોની પાઠશાળા છે રામાયણથી જીવન જીવવાની કળા શીખવા મળે છે રામનો વિનય, ભરતનો ત્યાગ, લક્ષ્મણનો ભ્રાતૂપ્રેમ, સીતાનું સતીત્વ હનુમાનજીની સ્વામીભક્તિ લવકુશની પિતૃ ભક્તિ આદિનું વર્ણન કરી કહ્યું કે દ્રોપદી ન બોલ્યા હોત તો મહાભારત ન થઈ હોત અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થઈ હોત, યુદ્ધ ભૂમિમાં છેલ્લો શ્વાસ લેતા રાવણનો ગહન સંદેશ હતો કે ઉતાવળે કામ ન કરો કર્યું હોય તો સાદા સરળ અને સાત્વિક માણસોની સલાહ માની પાછા ફરવું અને સારા કામમાં ઢીલ ન કરવી. ટંકારાથી વિહાર કરી પૂજ્ય આચાર્ય ભગવાનશ્રી આદિથાણા મોરબી ટંકારામાં આયંબિલ ઓળી કરાવી રાજકોટ પહોંચશે ત્યાં આગામી ૧૨ એપ્રિલથી ૧૬ એપ્રિલ જાગનાથમાં અનેક આયોજન અનુષ્ઠાનો કરાવી સુરત તરફ પ્રયાણ કરશે.




Latest News