ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા
મોરબીના ટાઉન હોલમાં યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો
SHARE









મોરબીના ટાઉન હોલમાં યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થયા બાદ સમગ્ર ગુજરાત જ્યારે યોગમય બની રહ્યું છે ત્યારે યોગમય ગુજરાત અંતર્ગત ઘરે ઘરે, શેરીએ શેરીએ તેમજ ગામડે ગામડે યોગ પહોંચે તેવા પ્રયાસ થય રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લો યોગમય બને તેમજ યોગના નિયમિત અભ્યાસ દ્વારા લોકો શારીરિક રોગો તથા માનસિક વિકારો દૂર કરી સુખ, શાંતિનો અનુભવ કરે તેવા પ્રયાસો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ યોગ કોચ વાલજી પી. ડાભી કરી રહ્યા છે. અને તેમને તાલીમ આપેલ યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે રાખવામા આવી હતી
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુસુમબેન પરમાર (નગરપાલિકા પ્રમુખ), મનોજભાઈ ઓગણજા (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ), વિજયભાઈ જોબનપુત્રા, ભારતીબેન રંગપરીયા (પતંજલી), ચિંતનભાઈ ત્રિવેદી (સિનિયર યોગ કોચ રાજકોટ), ભીમજીભાઈ અઘારા, મહેશભાઈ ભોરણિયા (માતૃભૂમિ વંદના ટ્રસ્ટ), કમલેશભાઈ બોરીચા (વિશ્વ હિન્દુ પરિષદ) તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓએ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ હસ્તે યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ યોગ કોચ અને ટ્રેનર દ્વારા માર્ચ થી સપ્ટેમ્બર સુધીમાં મોરબી જિલ્લામાં ૨૫૦૦ કરતા વધારે યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાઓને યોગની તાલીમ આપેલ છે. અને યોગ ટ્રેનર કે સાધક તરીકે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે યોગ કોચ વાલજી પી.ડાભી (મો. ૯૫૮૬૨ ૮૨૫૨૭) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
