મોરબીના ટાઉન હોલમાં યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો
મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ
SHARE









મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ
મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં લોકોને વર્ષોથી સારી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જેથી કરીને લોકો પાલિકામાં વારંવાર રજૂઆત કરે છે અને હેરનગતિનો સામનો કરતાં હોય છે જો કે, હાલમાં આ વિસ્તારમાં આખલાનો ત્રાસ વધી ગયો છે અને અવાર નવર આખલા યુદ્ધે ચડતા હોય છે જેથી કરીને લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે માટે આ રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે આખલા યુદ્ધ અવાર નવાર જામે છે જે બાળકો, વાહન ચાલકો સહિતના લોકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી આ વિસ્તારમાં રઝ્દ્તા ખુંટીયાને તાત્કાલિક લોકોની સલામતી માટે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
