હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ ઇકો કારે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ ઇકો કારે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત

વાંકાનેરની પેકડ સોસાયટીમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે મોરબી કુરિયરનું પાર્સલ લેવા માટે આવ્યો હતો અને ત્યાંથી બંને મિત્રો પરત જઈ રહ્યા હતા ત્યારે તેને વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ ઇકો કારે યુવાનને કારમાં હાર્ટ એટેક આવી જતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જો કે, હોસ્પિટલના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતો નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા (૩૦) નામનો યુવાન તેના મિત્ર રાહુલભાઈ અઘારાની સાથે મોરબી કુરિયરમાં આવેલ પાર્સલ લેવા માટે થઈને આવ્યો હતો અને તે બંને મિત્ર ઇકો ગાડી લઈને મોરબીથી પરત જઈ રહ્યા હતા ત્યારે નરપતભાઈને છાતીમાં દુખાવો થવા લાગ્યો હોવાથી તેણે ગાડી રાહુલ અઘારાને ચલાવવા માટે થઈને આપી હતી અને મોરબીથી વાંકાનેર તરફ આ બંને મિત્રો જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે ઇકો ગાડી પહોંચી હતી ત્યારે નરપતભાઈ ઉભડિયાને હાર્ટ એટેક આવી જતા તેને ગંભીર સ્થિતિમાં રાહુલભાઈ અઘારા વાંકાનેરમાં આવેલ ડો. વૈભવ ગાંભવાની હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ કરતા વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાન વાંકાનેરની ખાનગી સ્કૂલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને તે તેના મિત્ર સાથે મોરબી કુરિયરમાં આવેલ પાર્સલ લેવા માટે ગયા હતા અને બંને મિત્રો કુરિયર લઈને મોરબીથી પરત આવતા હતા દરમિયાન ચાલુ ઈકો કારમાં હાર્ટ એટેક આવી જવાથી આ યુવાનનું મોત નિપજ્યું છે

બે બોટલ દારૂ
ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાલાપાટી પાસે મકાનની બાજુમાં આવેલ વાડામાં કચરાના પ્લાસ્ટિક નીચે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા જાતે દરબાર (૨૨) રહે. લજાઈ ગામ ઝાલા પાટી વાળાની ધરપકડ કરેલ છે






Latest News