મોરબીના લાયન્સનગરમાં વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ
મોરબી જીલ્લામાં B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો
SHARE









મોરબી જીલ્લામાં B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં આવેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મોરબી જિલ્લાની તમામ સાયન્સ કોલેજમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે જેમાં પ્રથમ ક્રમે ભિમાણી હીના ૯૬.૧૮%, દ્વિતીય ક્રમે જોષી હેતીષા ૯૬.૦૦%, તૃતીય ક્રમે ધરોડીયા સપના ૯૫.૪૫% એ સ્થાન મેળવ્યું છે આ સિવાય ટોપ ૧૦ માં બીજા ૪ સ્ટૂડન્ટ્સે સ્થાન મેળવ્યું છે અને સેમ.-૧ થી ૬ ના ઓવરઓલ માર્કિંગના આધારે મોરબી જિલ્લા ટોપ-૧૦ માં ૭ સ્ટૂડન્ટ્સ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે જે સ્ટૂડન્ટ્સ અને સ્ટાફની સાતત્યપૂર્વકની મહેનત તરફ નિર્દેશ કરે છે. આવા અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
