હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર


SHARE













મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર

વાંકાનેર તાલુકામાં વિધાનસભાની ચૂંટણી પછી પણ હજુ પણ ક્યાંકને ક્યાંક રાજકીય ખેચતાણ અને અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે તા. ૧૪ ના રોજ વાંકાનેરમાં કુંભારપરા ચોક ખાતે સમરસતા દિવસ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેના માટે આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ તેમાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો હતો જેના સમાચાર મોરબી ટુડેમાં પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ તંત્ર દ્વારા રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેવા માટે તાત્કાલિક નવી પત્રિકા બનાવવામાં આવી હતી અને તેને ઓનલાઈન સર્ક્યુલેટ કરવામાં આવી હતી

વાંકાનેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમરસતા દિવસ ૨૦૨૩ નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું જેની આમંત્રણ પત્રિકામાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેથી કરીને રાજકીય ખેંચતાણ અને અસ્તિત્વનો જંગ વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ચાલુ હોવાની વાતો થવા લાગી હતી

કેમ કે, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.કે. વ્યાસના નામથી જે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાન તરીકે પહેલા બનાવવામાં આવેલ પત્રિકામાં વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનોના નામ હતા જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું નામ હતું નહીં જો કે, વાંકાનેર શહેરની અંદર જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકામાં જીતુભાઈ સોમાણીનું નામ નથી તેના સમાચાર મોરબી ટુડેમાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી રજાના દિવસે નવી પત્રિકા તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનું નામ ઉમેરવાને બદલે તંત્રએ અગાઉ લખેલા તમામ આગેવાનોના નામ કાઢી નાખ્યા છે જેથી કરીને વાંકાનેરની રાજકીય પરોજણમાંથી તંત્રએ હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News