હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી


SHARE









મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ આ વર્ષે રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ છે.

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગામી તા. ૨૨ એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે ભવ્ય શોભાયાત્રા તો રાખવામા આવી જ છે તેની સાથે તા. ૨૧ એપ્રિલનાં રોજ રાત્રે ભવ્ય રાસગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ભવ્ય રાસગરબા રાખવામા આવેલ છે અને તા. ૨૨ ના રોજ વાઘપરા શેરી-૧૪ માં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી બપોરે ૪ કલાકે પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને પરશુરામધામ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે ત્યાં મહાઆરતી, અન્નકુટનો પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોરબી શહેર અને આસપાસના ગામમાં રહેતા સર્વે ભુદેવોએ લાભ લેવા માટે અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપનાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવેએ જણાવ્યુ છે




Latest News