મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં ​​​​​​​મોરબી: પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પિતા-ભાઈએ છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો ટીબી મુક્ત ભારત: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ૨૫ દર્દીઓને પોષણ કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આચાર સંહિતના અમલ માટે બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ


SHARE











મોરબી જિલ્લામાં તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આચાર સંહિતના અમલ માટે બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

મોરબી  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તાર ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડીયાનો દુરુપ્રયોગ કેટલાક લોકોદ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/ સુચનાઓનો ભંગ ન  થાય તે માટે  મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે.

જેને ધ્યાને લઇ મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં તા.૦૮/૧૦/૨૦૨૧ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બી.એસ.એન.એલ (સેલ વન), રીલાયન્સ, ટાટા મોબાઇલ, એરટેલ, આઇડીયા, વીડીઓકોન, યુનીનોર વિગેરે જેવી કંપનીઓએ મોરબી જિલ્લાના મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી. તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલેકે, તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૦૩/૧૦/૨૦૨૧ સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.






Latest News