હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ


SHARE







વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ

મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત નારી સશક્તિકરણ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત તા. ૨૨ થી ૨૬ એપ્રિલ સુધી રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠ ખાતે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરાયું છે

યુગૠષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત ૧૯માં પુરાણ એટલે પ્રજ્ઞાપુરાણ જેમાં માનવજીવનની સમસ્યા અને આધ્યાત્મસભર સંદેશ આપેલા છે. તે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયા વક્તા રહેશે. તા. ૨૨ ને શનિવારે સાંજે ૫ કલાકે વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટીથી ગાયત્રી મંદિર સુધી પોથીયાત્રા યોજાશે






Latest News