હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ


SHARE







વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા દંપતીએ પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સોનલબેન રામજીભાઈ ચૌહાણ (૩૮) અને રામજીભાઈ ગાંડુભાઈ ચૌહાણ (૪૨) એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે રાજકોટ ખાતે તે બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોય આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક દંપતિ મૂળ ગઢડાનું રહેવાસી છે અને તેને ચાર સંતાન છે અને તે પૈકીના બે દીકરા સિરામિક કારખાનામાં નોકરી કરતા હતા અને એક દીકરી તેમજ દીકરો તેની સાથે રહેતા હતા જોકે કયા કારણસર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેનું ચોક્કસ કોઈ કારણ હજુ સામે આવેલ નથી.






Latest News