હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

 વાંકાનેરના પાડધારા નજીક ડમ્પર  અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત


SHARE













 વાંકાનેરના પાડધારા નજીક ડમ્પર  અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે મંદિરે દર્શન કરીને માટેલ પરત જતાં સમયે પાડધરા નજીક ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઇકો ગાડીમાં બેઠેલા લોકોમાંથી કારના ચાલક સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને કારમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ ગામે રહેતા સિંધાભાઇ મોમભાઇ ટોટા અને તેના ભાઈ સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, આણંદપર ગામના ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયા, જેતપરડા ગામના ભુવા જાલાભાઈ કડવાભાઇ સરૈયા અને જાલાભાઈ ટીડાભાઇ સરૈયા વાંકાનેર તાલુકાનાં જાલસીકા ખાતે ડાડાની ડેરીએ દર્શન કરવા માટે ઇકો ગાડી નંબર જીજે ૩ ઇસી ૮૭૯૫ લઈને ગયા હતા ત્યાંથી પરત આવતા હતા ત્યારે સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા ચલાવી રહ્યા હતા ત્યારે જેતપરડા ગામે જાલાભાઈને કારમાંથી ઉતારીને તેઓ માટેલ ગામ તરફ જતાં હતા ત્યારે પાડધરા ગામના પાટીયા પહેલા વળાંક લેતા સમયે સામેથી આવી રહેલ ડમ્પરમાં ગાડી અથડાઇ હતી જેથી કરીને ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇકો કાર ચલાવતા સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા અને ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયાનું મોત નીપજ્યું હતું જો કે, સિંધાભાઇને ઇજા થયેલ હતી જેથી તેને સરત્વર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે 






Latest News