હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ


SHARE













રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ

વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપવામાં આપવામાં આવ્યું હતું ત્યારે એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી છે ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનેકો યુવાનોની મહેનતરૂપિયાસમય અને આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક બનાવ વખતે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા છે અને તેનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કળી મળી છે એ વાત અલગ છે કે, દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લેવામાં આવી નથી

ત્યારે ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાને જીવનદાન આપવાએમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલેજેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ, આરોપીઓ આંગળી ચીંધે અને જે ખુદ આરોપી કે ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવાગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવાએ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્યમોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીકડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીનેએ પણ એક મોટો સવાલ ઉભો થયો છે.

ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા જે માગણી કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવેસમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ, ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવેતમામ પેપર લીકડમી ભરતીડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તેનો સમાવેશ થાય છે અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના અલીભાઈ હાજીસહેબઅર્જુનસિંહ વાળાયાકુબ કડીવારતોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી સહિતના હાજર રહ્યા હતા






Latest News