મોરબીના જેતપર ગામે સ્મશાનમાંથી ખાટલો- મશીનની ચોરી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ
SHARE









મોરબીના જેતપર ગામે સ્મશાનમાંથી ખાટલો- મશીનની ચોરી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ
મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સ્મશાનમાંથી લોખંડની એંગલ વાળો ખાટલો અને લાકડા ફાડવા માટેનું લોખંડનુ મશીન ચોરી કરવામાં આવે હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં સ્મશાનમાં ચોરી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે
મોરબી તાલુકાના જેતપર ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા જાતે પટેલ (૪૧) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, જેતપર ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં અવલે લોખંડની એંગલ વાળો ખાટલો તેમજ લોખંડનું લાકડા ફાડવા માટેનું પીળા કલરનું મશીન જે બંનેની કુલ મળીને ૩૫૦૦ રૂપિયાની કિંમત થાય છે તેની ચોરી કરવામાં આવી છે અને આ ઘટનામાં ગામના લોકો દ્વારા ગામ પાસેથી ત્રણ શખ્સોને સ્મશાનમાંથી ચોરી કરવા સાથે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા હાલમાં પોલીસે ચોરીના આ ગુનામાં સાવનભાઇ મનસુખભાઇ માલણિયા (૨૧), મુકેશભાઇ મગનભાઇ ચોવીસિયા (૩૫) રહે, બંને જીઇબી ઓફિસ પાછળ જેતપર અને નારાયણલાલ ગોપીલાલ ગુર્જર (૪૩) રહે, શાપર બસ સ્ટેશન પાસે ભંગારના ડેલા વાળાની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ અને ચોરી કરવા માટે વપરાયેલ વાહન પણ કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે
