મોરબીના જેતપર ગામે સ્મશાનમાંથી ખાટલો- મશીનની ચોરી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના બે શિક્ષકો દ્વારા ૧૩૦૦ માસ્કનું વિતરણ
SHARE









મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના બે શિક્ષકો દ્વારા ૧૩૦૦ માસ્કનું વિતરણ
દેશ અને દુનિયામાં કોરોનાના કેશો દિવસે ને દિવસે વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેશો આવી રહ્યા છે. સાથે સાથે હાલ વાઇરલ ઇન્ફેક્શનના કેશોમાં ખુબજ વધારો થયેલ છે ત્યારે મોરબીમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા લોકો જે રીતે કોવિડના નિયમોનું પાલન કર્યા વગર બજારોમાં - શેરીઓમાં નીકળી પડ્યા છે તે જોતા 'પાણી પહેલા પાળ' બાંધવામાં સમજદારી છે. આ બાબતથી ચિંતિત લોક જાગૃતી માટે મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી વિષયના શિક્ષક ચેતનભાઈ સાવરિયા અને અંગ્રેજી વિષયના શિક્ષક રવિ રાજાએ મોરબીના જુદા જુદા પછાત વિસ્તારોમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને,વૃદ્ધાશ્રમાં રહેતા વડીલો અને સબ જેલ ના કેદીઓ અને સ્ટાફને ૧૩૦૦ માસ્કનું વિતરણ કર્યું હતું અને માસ્ક વિતરણ સાથે સાથે લોકોને આગ્રહપૂર્વક કોવિડના નિયમોનું પાલન કરવા અને સાવચેતી રાખવા માટે સમજાવેલ હતા આ સેવાકીય કાર્યમાં રવિભાઈ રાજાના દશ વર્ષીય પુત્ર શુભ રાજાએ જોડાઈને લોકોને પ્રેરણા પુરી પાડી હતી.
