મોરબીના ભડીયાદ ગામે ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ
મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી દરમિયાન યુવાને ઝેરી અસર થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી ચાલુ હતી ત્યારે નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉમર ૨૫) ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહ્યા હતા અને તેને ઝેરી અસર થવાથી મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનને સારવાર કારગત ન નિવડતા નાનજીભાઈ દાણાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે
ઝેરી અસર
માળીયા(મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા સંજયભાઈ ભોપા અને તેના પત્ની અસ્મિતાબેન ભોપા (૨૫) પોતાના ખેતરની અંદર ગઇકાલે સવારે આઠેક વાગ્યે દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા અને કામગીરી પૂરી કરીને ૧૧ વાગ્યે બન્ને ઘરે પરત આવ્યા હતા અને ત્યારબાદ અસ્મિતાબેને તેના પતિ સંદીપભાઈને કહ્યું હતું કે "મને ઝેરી દવાની અસર થઇ હોય તેવું લાગી રહ્યું છે" જેથી કરીને તેઓને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
