મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નશાની હાલતમાં ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકા કરી પરિણિતાને માર મારતા પતિ સામે પોલીસમાં ફરિયાદ


SHARE









મોરબીમાં નશાની હાલતમાં ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકા કરી પરિણિતાને માર મારતા પતિ સામે પોલીસમાં ફરિયાદ

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા મહિલાને તેના પતિ દ્વારા નશાની હાલતમાં વહેમ શંકા કરીને અવારનવાર માર મારવામાં આવતો હોય ઇજા પામેલ મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે આગળની તપાસ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક રહેતા મુસ્કાનબેન કાસમભાઇ સૈયદ નામની ૩૦ વર્ષની પરિણીતાને ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં તેના ઘરે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તેઓના જણાવ્યા પ્રમાણે મુસ્કાનબેનને તેમના પતિ નશાયુકત હાલતમાં તેણીના ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકાઓ કરીને ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો હાલ આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જેક છટકતા બીજા થતા સારવારમાં

મોરબીના લાલપર ગામે રહેતા મહેશભાઈ ડામોર નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતા તેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યુ હતું કે મહેશભાઈ ડામોર મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જુની કુબેર ટોકીઝની કટ નજીક નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ સામેના ભાગે ખટારાનો જેક ચડાવતા હતા ત્યારે જેક છટકીને તેમને લાગતા ઈજાઓ પહોંચી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા કરણ ગોરધનભાઈ સનુરા નામના ૧૯ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા પોલીસમાં જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કરણ સનુરા નામનો યુવાન કેસરરબાગ નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા હાલ સારવારમાં ખસેડાયો છે.તેને કોણે માર માર્યો છે અને શા કારણસર માર્યો છે..? તે દિશામાં હાલ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News