મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી-મારામારી કર્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં પત્ની સાથે બોલાચાલી-મારામારી કર્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં કારખાનાના શેડમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝ્ન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને નાશાની હાલતમાં તેની પત્ની સાથે બોલાચાલી કરીને તેની પત્નીને માર માર્યો હતો ત્યાર બાદ તેને લાગી આવતા તે યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની સામે પ્લોટ નંબર-૯૯ માં એસબીએમ એન્ટરપ્રાઇઝ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા પંકુભાઈ પરશુરામ નીસાદ જાતે ખારવા (૨૦) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પિતા પરશુરામભાઈ ગંગારામ નિશાદ (૪૮) રહે. હાલ મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે,પંકુભાઇ નિશાદ નશાની હાલતમાં કામ ઉપર આવ્યા હતા ત્યારે તેને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેને પોતાની પત્નીને મારા માર્યો હતો ત્યારબાદ તેને લાગી આવતા તેણે પોતાની જાતે કારખાનાના શેડમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લાલપર પાસે બસ સ્ટેશન નજીકથી વિપુલ ભુપતભાઈ કણસાગરા (૧૮) રહે. રાજકોટ વાળો બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં વિપુલભાઈને ઇજા થયેલ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ કરી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીકમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ (૫૭) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આધેડને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News