મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને આ ગુનામાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે મોરબી નજીકના કારખાનામાંથી સગીરાના અને આરોપીને શોધી કાઢ્યા હતા અને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ સગીરાનો કબજો તેના વાળીને સોપી દેવામાં આવ્યો છે

અકસ્માતમાં ઇજા
મોરબીની ત્રાજપર ઉપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ત્રાજપર પાસે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ જાદવ (૩૭) નામના યુવકને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને  તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી ડિવિઝનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા મનસુખભાઈ અરજણભાઈ બહાપિયા (૩૭) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ મનસુખભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News