મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ફેબાના હાથમાંથી નીચે પડતાં ઇજા પામેલ ૧૦ માસના ભત્રીજાનું મોત


SHARE







મોરબીમાં ફેબાના હાથમાંથી નીચે પડતાં ઇજા પામેલ ૧૦ માસના ભત્રીજાનું મોત

મોરબી તાલુકાના ખાનપર ગામે ભાઈના દસ માસના દીકરાને લઈને જતી યુવાનની ૧૧ વર્ષની બહેનને ખેતરમાં ઠેસ આવતા તે નાના બાળક સાથે નીચે પડી હતી જેથી કરીને દસ માસના બાળકને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું મોત થયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રણજીતભાઈ બિલવાડના ૧૦ માસના દીકરા વનરાજને તેડીને રણજીતભાઈની નાની બહેન બહેન અંજુ (૧૧) લઈને ખેતરમાં જઈ રહી હતી ત્યારે તેને ઠેસ આવતા તે નાના બાળક સાથે નીચે પટકાઈ હતી જેથી કરીને બાળકને માથા અને શરીર ગંભીર ઈજા થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન વનરાજ નામના ૧૦ માસના બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં નેહાબેન હીરાભાઈ પરમાર (૨૨) નામની પરણીતાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર પાસે રહેતા જયશ્રીબેન કડવાભાઈ ડાભી (૩૮) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે મહિલાને સારવાર આપવામાં આવ્યો બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતીએ કરી હતી અને આ બનાવ એ ડિવિઝન પોલીસની હદમાં હોવાથી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી




Latest News