મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે પ્રેમ પ્રકરણ બાબતે યુવાને અનંતની વાટ પકડી


SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે પ્રેમ પ્રકરણ બાબતે યુવાને અનંતની વાટ પકડી

મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામે સીરામીક કારખાનાની અંદર ગળેફાંસો ખાઈ જતા મૂળ બિહારના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે અને યુવાને પ્રેમ પ્રકરણ બાબતે અંતિમ પગલું ભર્યું હોય પોલીસ દ્વારા નોંધ કરી બનાવના કારણ સંદર્ભે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી ઉપરોક્ત બાબતે મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીમોલા ટાઇલ્સ એલએલપી નામના કારખાનામાં મજૂરી કામ કરીને ત્યાં જ રહેતા શુભમ તિવારી નામના ૨૭ વર્ષના યુવાને કારખાનાની અંદર ફોર ક્લિપ લોડર મશીનમાં પટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને શુભમ તિવારી નામના પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નીપજ્યું હોય બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ ઉપર જઈને મૃતદેહ નીચે ઉતારી હાલ પીએમ માટે સિવિલે ખસેડ્યો હતો અને હાલ પ્રાથમિક ધોરણે સ્થળ ઉપરથી પોલીસને મળેલ માહિતી મુજબ પ્રેમ પ્રકરણ બાબતે શુભમ તિવારી નામના યુવાને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે અને તે અંગે આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે રહેતા મનુબેન છગનભાઈ રાણાભાઇ બતાળા જાતે ભરવાડ (ઉમર ૩૬) નામની મહિલા તેના ઘરે ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મનુબેનના પતિએ પોતાના પત્ની મનુબેનને પોતાની બહેનની કારમાં બેસી જવા કહ્યું હતું જેથી મનુબેનએ કારમાં બેસવાની ના પાડી હતી જેથી પતિએ ગુસ્સો કરતા તે વાતનું મનોમન લાગી આવવાથી મનુબેને ફીનાઇલ પી લીધું હતું.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર શેરી નંબર-૨ માં રહેતા નિલેશ હેમંતભાઈ અદગામા નામના ૧૪ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર બાદ પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મછકના જે.પી.વસીયાણીએ કરેલ તપાસમાં ખુલ્યું હતું કે, નિલેશ અદગામા પોતાના પિતાના બાઈકના પાછળ બેસીને ઘુંટુ ગામ પાસે નાગબાઈ માતાના ડેરી પાસે આવેલ હરિઓમ કાંટા પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું બાઈક કાદવમાં ખૂંપી જતા નીચે પડી ગયું હતું અને જેના લીધે તેને ઇજા પહોંચતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News