વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે


SHARE









મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે

મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવનાર છે જેમાં હાથ વણાટના શુદ્ધ અને સાત્વિક ખાખરા બનાવામાં આવી રહ્યા છે

મોરબીમાં આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાન ભેર  જીવે તે માટે આ ઉદ્યોગનુ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઓછી ભણેલી કે સાવ અભણ મહિલાને પગભાર કરવા માટે આ મંડળની રચના કરવામાં આવી રહી છે અત્યારે ૧૨ બહેનો રોજીરોટી મેળવે છે પરંતુ ભવિષ્યમાં ૫૦૦ બહેનોને રોજીરોટી આપવાનું આ સખીમંડળનુ લક્ષ્ય છે આ સખી મંડળમાં પ્રમુખ રંજનબેન, કાજલબેન, નયનાબેન બારા સહિતના જોડાયેલ છે આગામી તા ૧૧/૫ ને ગુરુવારના રોજ ૩:૩૦ થી આ કામો શુભારંભ કરશે અને અર્પિત મહિલા ટ્રસ્ટ, હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે

ઔદીચ્ય વિધોતેજક મંડળની સામાન્ય સભા
મોરબી ઔદીચ્ય વિદ્યોત્તેજક મંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સામાન્ય સભા તા.૧૩ મી મે ને શનિવારના રોજ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, શનાળા રોડ ખાતે સાંજે ૫ કલાકે રાખવામા આવેલ છે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લનું જ્ઞાતિવિશેષ તરીકે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે




Latest News