વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE









મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીના જીકીયારીથી ચકમપર જતાં સમયે સામેથી આવેલ અજાણ્યા વાહનની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે અંજાઈ જવાથી કાર રોડ સાઇડમાં પલટી મારી ગયેલ હતી અને કાર ચાલકનું મોત થયું હતું જે કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા અકસ્માતના આ કેશમાં ૫,૦૦,૦૦૦ નું વળતર વ્યાજ સાથે ચૂકવવું અને ખર્ચની રકમ પણ આપવા મોરબીની ટ્રીબ્યુનલે વીમા કંપનીની આદેશ કરેલ છે

આ અકસ્માત કેઇસની વિગત આપતા વકીલ બી.બી. હડિયલે જણાવ્યુ હતું કે, ગત તા.૧૫/૩/૨૦૧૯ ના રોજ હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયા રહે. ખારેડા વાળાએ ડસ્ટર કાર નં. જીજે ૧૨ બીઆર ૭૬૦૨ નું ડ્રાઇવીંગ કરી જીકીયારીથી ચકમપર જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યું વાહન આવ્યું હતું અને તેની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે હાર્દિકભાઇ લાઇટના પ્રકાશમાં અંજાઇ જતા અકસ્માત નિવારવા પોતાની ડસ્ટર કાર સાઇડમાં લેતા ડસ્ટર કાર પલ્ટી ખાઇ ગયેલ હતી અને આ અકસ્માતમાં હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયાને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી અવસાન થયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને ૫,૦૦,૦૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા વિમા કંપનીનીને હુકમ કરેલ છે.




Latest News