મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતાની ધરપકડ


SHARE









મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતાની ધરપકડ

મોરબી શહેરમાં પોલીસકર્મીની પત્નીએ આપઘાત કર્યો હતો તે બનાવમાં પોલીસ કર્મચારી અને તેના માતા સામે પરિણીતાને મરવા મજબુર કર્યાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન પોલીસ કર્મચારી અને તેની માતા આગોતરા જામીન સાથે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કર્યા બાદ બંનેને કોર્ટનો હુકમ હોવાથી જમીન મુક્ત કર્યા હતા

મોરબીના કબીર ટેકરી શેરી-૭ વાઘપરા મેઈન રોડ પર રહેતા ઉમા કનુભાઈ લાંબા જાતે ગઢવીએ થોડા દિવસો પહેલા તેના જમાઈ રવિ ધીરૂભાઈ કીડિયા અને તેની માતા ગીતા ધીરૂભાઈ કીડિયા રહે. બંને રબારીવાસ શેરી નં.૪ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તેની દીકરી મિતલ (૨૬) ના લગ્ન આઠ વર્ષ પહેલાં રવિ કીડિયા સાથે થયા હતા અને તેને ગત તા. ૮ ના રોજ મિતલે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતો જેથી તાત્કાલિક ફરિયાદી ઉમાબેન અને તેનો દીકરો યુવરાજ રવિકુમારના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઉપરના માળે દીકરીને નીચે ઉતારી બેડ પર સુવડાવી હતી અને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાર બાદ પરિણીતાની માતાએ તેની દીકરીને તેના સાસુ ગીતા ધીરૂભાઈ કીડિયા અંધશ્રદ્ધામાં વધુ માનતા હોય જેને કારણે તેને માનસિક દુખ ત્રાસ આપતા હોય અને દીકરી આ બાબતે ફોનમાં અને રૂબરૂમાં મળતી હતી ત્યારે વાત કરી હતી, પરંતુ થોડું જતું કરવાનું સમજાવતા હતા. તેમજ સાસુની અંધશ્રદ્ધાની વાત પતિને કરતી તો જમાઈ રવિકુમાર મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અને છેલ્લા સાતેક મહિનાથી સાસુ ગીતાબેન અને જમાઈ રવિકુમાર કીડિયા અંધશ્રદ્ધાને કારણે શારીરિક અને માનસિક રીતે હેરાન કરી દુખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીની દીકરીએ આપઘાત કર્યો છે જેથી પોલીસ દ્વારા ગુનો નોંધીને પોલીસકર્મી અને તેની માતાને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આગોતરા જામીન સાથે ગીતા ધીરૂભાઈ કીડિયા અને રવિ ધીરૂભાઈ કીડિયા રહે. બંને સબ જેલ સામે રબારીવાસ શેરી નં.૪ વાળા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પીએસઆઈ એસ.આઈ. પટેલ દ્વારા તેની ધરપકડ કરીને જરૂરી પૂછપરછ કર્યા બાદ કોર્ટનો હુકમ હોવાથી તે બંનેને જમીન મુક્ત કર્યા હતા

મારામારીના બનાવવામાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલની પાછળના કાંતિનગર વિસ્તારમાં રહેતા રફીક હસનભાઈ કટિયા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસના ગેઇટ નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલે સારવાર માટે લવાયો હતો જેથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ આ અંગે આગળની તપાસ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા પાસે આવેલ સોલડી ગામે રહેતા સવિતાબેન ગોરધનભાઈ વસવેલીયા નામના ૬૮ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ થતા સવિતાબેનને અહીંની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News