રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગ સહિત બે સ્થળોએથી બે બાઈકની ચોરી


SHARE









મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગ સહિત બે સ્થળોએથી બે બાઈકની ચોરી 

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાંથી બે બાઈકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કીંગ સ્ટેન્ડમાંથી રાજકોટના યુવાનનું બાઈક ચોરી થયેલ છે જ્યારે મોરબીના મહેન્દ્ર ડ્રાઇવર રોડ ઉપર આવેલ દેસળ દેવ હોલની પાછળની શેરીમાંથી એક બાઇકની ચોરી થયેલ છે આમ એક જ દિવસમાં જુદા જુદા બે વિસ્તારોમાંથી બાઇક ચોરી થઇ હોવાની બે ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સિવિલ હોસ્પિટલના પાર્કિંગ સ્ટેન્ડમાંથી બાઇકની ચોરી થઈ જતા ભોગ બનેલ પ્રિન્સ જયસુખભાઈ ભટ્ટી જાતે કડિયા કુંભાર (ઉમર ૨૪) રહે. સાગરપાર્ક સોસાયટી વેલનાથપરા સામે રેડ રોઝ હોટલની પાછળ રાજકોટ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું કે તેનું બાઈક નંબર જીજે ૩ એચસી ૮૬૪૭ કિંમત રૂપિયા ૨૦ હજારનું તેણે મોરબીની સિવિલના પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કર્યું હતું દરમિયાનમાં કોઈ અજાણ્યો ઇસમ રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના બાઇકની ચોરી કરી ગઈ છે હાલ બનાવ નોંધાતા બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયાએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર દેશળદેવ હોલની પાછળની શેરીમાંથી પણ એક બાઈકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ભોગ બનેલ ધવલ જીતેન્દ્રભાઈ સોલંકી જાતે ખવાસ (ઉંમર ૨૪) ધંધો મોબાઇલ શોપ રહે. નાગનાથ શેરી પાસે ગ્રીનચોક વિસ્તાર મોરબી વાળાએ પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે, દેશળદેવ હોલની પાછળની શેરીમાંથી તેઓનું બાઈક નંબર જીજે ૩ બીએલ ૭૦૩૩ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ની ચોરી થઈ ગયેલ છે જેથી તે અંગે પણ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોય તે અંગે આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.હાલ મોરબીના બે જુદાજુદા વિસ્તારમાંથી રૂપિયા ૪૦ હજારની કિંમતના બે બાઈકની ચોરી થઈ હોય વાહન ચોરીના બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે




Latest News