રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પોલીસે અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા આગળની તજવી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરી જવામાં આવેલ છે જે અંગે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા તાલુકા પીઆઇ કે.એ. વાળા સમક્ષ ફરિયાદ નોંધાવી તેણીએ જણાવ્યું હતું કે તેઓની સગીરવયની દીકરીની સગીર અવસ્થાનો લાભ લઇને તેણીને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ગત તા.૮ ના રાત્રિના દસેક વાગ્યાના આરસામાં પ્રતાપ લાલજીભાઈ શેખવા રહે.ભીમકટા તા.જોડિયા જી.જામનગર વાળો અપહરણ કરી ગયેલ છે હાલ પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ અને પોક્સો એક્ટની જુદીજુદી કલમો હેઠળ પ્રતાપ શેખવા સામે ગુના નોંધી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

આગ લાગતા ટ્રેલરમાં નુકસાન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા હરદીપસિંહ દિલીપસિંહ ઝાલા જાતે દરબાર (૨૩) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, પીપળીયા ચોકડી પાસે આવેલ ખોડીયાર કોમ્પલેક્ષમાં શક્તિ કૃપા ટ્રાન્સપોર્ટ નામની તેઓની ઓફિસ આવેલ છે અને તેઓની ઓફિસ પાસે તેનું ટાટા ટ્રેલર નંબર જીજે ૩ બીજે ૭૪૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ટાટા ટ્રેલરમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી વાહનમાં નુકસાની થયેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પી જતા સારવારમાં
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા કાજલબેન કાનજીભાઈ પરમાર (૧૬) નામની સગીરા કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આ સગીરાને રાજકોટ ખસેડવામાં આવી હતી અને આ બનાવ અંગે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ ડિવિઝન પોલીસ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News