રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ


SHARE









મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ

મોરબીના શનાળા રોડ હાઉસીંગ બોર્ડ ખાતે કલેકટર પંડયા તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં શ્રી અર્પિતા આરાધ્યા સખીમંડળના ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સખી મંડળના પ્રમુખ રંજનબેન તથા કાજલબેન અને મંત્રી નયનાબેન દ્વારા આજુબાજુના વિસ્તારના બહેનોને વિવિધ સ્વરોજગાર આપવામાં આવે છે તે બાબતની છણાવટ કરી હતી.આ કાર્યક્રમમાં અંતે જે બહેનો સ્વનિર્ભર બની જાતે રોજગારી પ્રાપ્ત કરે છે તેવા તમામ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં વોકલ ફોર લોકલ સાચા અર્થમાં ચરિતાર્થ થયુ છે.પોતાની રીતે પગભર થવા માટેની જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આ સખી મંડળ દ્વારા બહેનોને આપવામાં આવે છે.જે અંગે પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શુદ્ધ સાત્વિક તેમજ ભેળસેળ વિનાના ઘઉંના લોટમાંથી ખાખરા બનાવવા આવશે અને શહેરમાં જ વાજબી ભાવે સૌને મળી રહે તેવા પ્રયત્નો આ સખી મંડળની બહેનો દ્રારા કરવામાં આવશે.આ તકે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે, ગામમાં જ  વસ્તુ બને અને ગામના જ લોકો ઉપયોગ કરે તો વધુમાં વધુ બહેનોને રોજગારી આપી શકાય. આ માટે જરૂરી તમામ મદદ કરવા પોતે હંમેશા તત્પર રહેશે તેવી તેઓએ સૌને ખાત્રી આપી હતી.

આ તકે કલેક્ટર પંડ્યાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, જીલ્લાનુ વહીવટી તંત્ર સ્વરોજગાર માટે હંમેશા મદદ કરતુ રહ્યુ છે અને જરૂરી તમામ મદદ કરશે.આ તકે સિરામિક એસોસિએશન વતી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા દ્રારા બહેનોને ભરોસો આપ્યો હતો કે ગૃહ ઉધોગમાં બનતા ખાખરા અને ભાખરીનું વેચાણ કરવામાં સિરામિક એસોસિએશન મદદ કરશે.ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્રારા સંચાલિત સ્વાવલંબી ભારત અભિયાનમાં સખી મંડળને પ્રેરકબળ મળી રહે તે બાબતની છણાવટ જીલેશભાઇ કાલરિયાએ કરી હતી.કાર્યક્રમનુ સંચાલન પોતાની આગવી શૈલીમાં દિનેશભાઇ વડસોલા દ્રારા કરવામાં આવ્યુ હતુ






Latest News