રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ માટે તૈયારી


SHARE









મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ માટે તૈયારી

શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમાહરો ૨૦૨૩ માટે ધોરણ ૧ થી  કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની નકલ પાછળ પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર સાહિતની વિગતો સાથે આગામી બે રવિવાર એટલે કે તા.૧૪-૫ અને તા.૨૧-૫ ના રોજ સાંજે ૬ થી ૮ વરિયા મંદિર સો ઓરડી મુકામે જમા કરાવવા મોરબી શિક્ષણ સમિતિની યાદીમાં જણાવાયું છે. તેમજ ઓનલાઇન પરિણામ પણ સ્વીકારાશે

મોરબી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સૌપ્રથમ વાર વિદ્યાર્થીઓના ઓનલાઇન પરિણામો પણ સ્વીકારારાશે જેમાં પરિણામ સ્વીકારવાના બેનર પર QR કોડ આપેલો છે તેને સ્કેન કરીને તેમાં વિદ્યાર્થીનું પુરુનામ, સરનામું, સંપર્કનંબર તેમજ માર્કશીટની ફાઈલ અપલોડ કરવાની રહેશે. ફાઈલ અપલોડ થઈ ગયા બાદ આપના ઈમેલમાં એક રિટર્ન ઈમેલ મળશે જેમાં આપે અપલોડ કરેલી વિગતો હશે.QR કોડ સ્કેન સુવિધા કોઈ મોબાઈલમાં ના હોય તેઓએ નીચે આપેલી લિંક પર થી પણ ઓનલાઇન વિગતો ભરી શકાશે. https://forms.gle/xwoXyaYH5EhHKQ1P6 ઓનલાઇન પરિણામ સ્વીકારવાની છેલ્લી તા.૨૮-૫ છે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પરિણામ સ્વીકારશે નહિ જેની નોંધ લેશો.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બળવંતભાઈ નારણીયા મોબાઇલ નં.૯૮૭૯૪ ૧૯૧૧૨ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યું છે.




Latest News