રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી ખાતે કલેકટરની હાજરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ટેબલેટ, ટેલિસ્કોપ, ડ્રોન, એડવાન્સ ટેકનોલોજી કીટ અર્પણ કરાયા


SHARE









મોરબી ખાતે કલેકટરની હાજરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ટેબલેટ, ટેલિસ્કોપ, ડ્રોન, એડવાન્સ ટેકનોલોજી કીટ અર્પણ કરાયા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાંથી ૧૨,૫૦૦ થી વધુ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો.જેમાં મોરબી જીલ્લાના તાલુકા મથકોમાંથી ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી જેઓ અમદાવાદ સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ રમવા ગયેલા હતા.જે બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટ, ટેલિસ્કોપ, ડ્રોન, એડવાન્સ ટેકનોલોજી કિટ્સ આપેલી હતી.જેનું મોરબી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા કલેકટર પંડ્યા તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી રાણીપા, વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ, વિજ્ઞાન કેન્દ્રના જીલ્લા કો-ઓર્ડીનેટર દિપેન ભટ્ટ તેમજ ધી વી.સી.ટેક.હાઈ સ્કુલના પ્રિન્સીપાલ પડસુંબિયાની અધ્યક્ષતામાં વિતરણ કરવામાં આવ્યું હતું.વધુમાં મોરબી જીલ્લાના દરેક તાલુકામાંથી ચાર વિદ્યાર્થી ફરી રાજ્ય કક્ષાએ આવનારા સમયમા સ્ટેમ ક્વિઝ રમવા જશે તે બદલ મોરબી જીલ્લા કલેકટર પંડ્યા અને જીલ્લા શિક્ષણ અધિકારી રાણીપા દ્વારા વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી.




Latest News