હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામે જીવ દેવાનો પ્રયાસ કરનાર યુવાન મોરબી સારવારમાં


SHARE







વાંકાનેરના રાતાવિરડા ગામે જીવ દેવાનો પ્રયાસ કરનાર યુવાન મોરબી સારવારમાં

વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ માટે વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ખાતે રહેતા વિનોદભાઈ વેરશીભાઈ ઉકેડીયા (૩૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડાએ કરી હતી જોકે, આ બનાવ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની હદનો હોવાથી આ બનાવની મોરબી પોલીસે ત્યાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે

છરી મારી લીધી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મફતપરામાં રહેતા પરબત નરસીભાઈ બારસોડીયા (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે પોતાની જાતે પોતાના શરીર ઉપર છરી મારી લીધી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે આ યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મોટીવાવડી ગામ પાસે આવેલ ગુલાબનગરમાં રહેતા કસ્તુરીબેન મગનભાઈ ડાભી (૬૦) નામની મહિલા મોરબી શહેરમાં આવેલ સુપર ટોકીઝ પાસેથી નવાડેલા રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News