મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતી-બે સંતાનોને ઇજા થતા સારવારમાં


SHARE









મોરબીના ગાળા નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતી-બે સંતાનોને ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પાન પાછળના ભાગમાં રહેતો યુવાન તેની પત્ની અને બે બાળકો સાથે બાઈક લઈને માળીયા હાઇવે ઉપરથી પસાર થતો હતો ત્યારે ગાળા ગામના પાટીયા પાસે તેના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં દંપતી અને તેના બંને બાળકોને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં કુળદેવી પાનની પાછળના ભાગમાં ઉમા ટાઉનશિપ રોડ ઉપર રહેતા મુકેશભાઈ દિલીપભાઈ કુંઢીયા (૩૭) તેના પત્ની પૂજાબેન મુકેશભાઈ (૨૮)દીકરો કાર્તિક મુકેશભાઈ (૧૧) અને દીકરી ક્રિષ્ના મુકેશભાઈ (૫)ને પોતાના બાઈક ઉપર બેસાડીને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ખાખરેચી ગામે જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મુકેશભાઈ તેના પત્ની પૂજાબેન દીકરો કાર્તિક અને દીકરી ક્રિષ્નાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને  જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

એસિડ પીધું

મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા પરસોતમભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (૩૫)એ કોઈ કારણોસર એસિડ પી જતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતો કમલેશ બુધાભાઈ નાયક (૨૩) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કમલેશને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે






Latest News