મોરબીના ગાળા નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતી-બે સંતાનોને ઇજા થતા સારવારમાં
વાંકાનેરના મીતાણા રોડે ડબલ સવારી બાઈકની આડે રોજડુ ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
SHARE
વાંકાનેરના મીતાણા રોડે ડબલ સવારી બાઈકની આડે રોજડુ ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના અરણી ટીંબા ગામે રહેતા બે યુવાન બાઈક લઈને વાંકાનેરથી મીતાણા તરફ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને તેની સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અરણી ટીંબા ગામે રહેતા અજીત ડાભી (૨૦) અને વિપુલ ઘેલા ડાભી (૨૭) નામના બે યુવાનો અરણી ટીંબાથી વાંકાનેર જવા માટેના વાંકાનેર મીતાણા મેઇન રોડ ઉપરથી પોતાના બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે કેનાલ નજીક તેઓના બાઈક આડે રોજડુ ઉતર્યું હતું અને રોજડા સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં અજીત અને વિપુલ બંનેને ઇજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા કસ્તુરબેન મગનભાઈ (૪૦) નામની મહિલા મોરબીના ગાંધી ચોક પાસે મોટરસાયકલમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર તે નીચે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી કરીને મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પતિએ મારમાર્યો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં રહેતા હુસેનાબેન ઈકબાલભાઈ માવાણી (૩૧) નામની મહિલાને તેના ઘરે તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે