હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસ લાઇનમાં જતી પાણીની મેઇન લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન !: ત્રણ શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ


SHARE













વાંકાનેર પોલીસ લાઇનમાં જતી પાણીની મેઇન લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન !: ત્રણ શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ

વાંકાનેર સીટી પોલીસ લાઈનમાં પાણીની સપ્લાઈ માટે પાલિકા દ્વારા જે પાણીની લાઇન પથરવામાં આવી છે જેમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ગેરકાયદેસર પાણીનુ કનેકશન જીગર ડેરીમાં આપતા હતા તેને રોકવામાં આવતા તેને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટ, બોલાચાલી અને ઝઘદાનું કલમ હેઠળ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તેવી જ રીતે ગેરકાયદે પાણીની લાઇનમાંથી કનેક્શન લેનારા વેપારી સહિતના ત્રણેયની સામે પાલિકાના કર્મચારી દ્વારા પણ પાણી ચોરીની ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીગર ડેરી વાળા રફીકભાઇ મામદભાઇ બાદી તથા નીજામુદિનભાઇ મામદભાઇ બાદી રહે. બંને પાંચ દ્રારકા અને આરીફભાઇ અલ્લાઉદ્દીનભાઇ શેરસીયા રહે.જાલી તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવિવારે રાત્રીના સવા દશેક વાગ્યે તે પોલીસ લાઇન બહાર ચાલી જતાં હતા ત્યારે પોલીસ લાઈના ખુણા પાસે આવેલ હાજી અલી ચેમ્બરમાં જીગર ડેરી નામની દુકાનની બાજુમાંથી પોલીસ લાઈનમાં જે પાણીની લાઇન આવે છે ત્યાં ખોદકામ ચાલુ હતુ અને ત્રણ જણા ત્યા ઉભા હતા અને તે પોલીસ લાઈનમાં આવતી પાણીની લાઈનમાં જોડાણ આપતા હતા જેથી પોલીસ લાઈનમાં આવતી પાણીની લાઇનમાંથી કેમ કનેકશન આપો છો ? તેવું કહ્યું હતું ત્યારે ત્યાં ઉભેલા બે શખ્સ એકદમ ઉશ્કેરાય ગયેલા અને ફરિયાદીને કહે તુ તારૂ કામ કર જુની લાઇનમાંથી પણ અમે કનેશકશન લીધેલુ હતુ અને નવી લાઈનમાંથી પણ કનેકશન લેવાનુ થાય છે તારાથી થાય તે કરી લેજે જેથી ફરિયાદી પોલીસ કર્મચારી મયુરધ્વજસિંહ તથા સંજયસિંહને ત્યાં બોલાવ્યા હતા ત્યારે આરોપી રફીકભાઇ મામદભાઇ બાદી, નીજામુદિનભાઇ મામદભાઇ બાદી અને આરીફભાઇ અલ્લાઉદ્દીનભાઇ શેરસીયાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને આ શખ્સો પોલીસ લાઇનમા આવતી પાણીની લાઈનમા ગેરકાયદેસર જોડાણ મેળવતા હતા ત્યારે તેને રોકતા અફરજમાં રૂકાવટ કરી હતી જેથી તેની સામે પોલીસ કર્મચારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૧૮૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News