રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પાંચ ઘડિયા લગ્ન સંપન્ન


SHARE









મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પાંચ ઘડિયા લગ્ન સંપન્ન

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સત્યમ હોલમાં મોરબી નિવાસી ભવાનભાઈ સોમાભાઈ ટીટોડીયાની દીકરી ક્રિષ્નાના શુભ લગ્ન મોરબી નિવાસી સ્વ. પ્રવીણભાઈ મગનભાઈ પારેજીયાના દીકરા રોનક સાથે, જુના દેવળિયા સમાજ વાડીમાં ભરતનગર નિવાસી હીરજીભાઈ મનજીભાઈ  ફેફરની દીકરી ગાયત્રીના શુભ લગ્ન નવા ઘનશ્યામગઢ નિવાસી મણીલાલ લખમણભાઈ દલસાણીયાના દીકરા રાહુલકુમાર સાથે, હીરજીભાઈ મનજીભાઈ ફેફરના દીકરા ઉત્તમના શુભ લગ્ન મણીભાઈ લખમણભાઈ દલસાણીયાની દીકરી કુસુમ સાથે, ખાખરાળા ગામે વડાવિયા વાડીમાં લુટાવદર નિવાસી હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાની દીકરી ભાવિકાના શુભ લગ્ન ખાખરાળા નિવાસી કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાના દીકરા ભાવિનકુમાર સાથે અને હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાના દીકરા હિમાંશુના શુભ લગ્ન કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાની દીકરી સુરભી સાથે આમ એક જ દિવસમાં પાંચ ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં મોરબી  જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના જયંતિભાઈ પડસુંબિયા, ઠાકરશીભાઈ કલોલા, વિનુભાઈ વિડજા, ગોવિંદભાઈ ગામી, પ્રવીણભાઈ રૂપાલા, હસુભાઈ પારજીયા, સવજીભાઈ સુરાણી, ડાયાભાઈ માકાસણા, દુર્લભજીભાઈ થડોદા, નવીનભાઈ ફેફર, ભોરણીયા તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહ્યા હતા અને ઘડિયા લગ્નમાં પ્રભુતા ડગ માંડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા




Latest News