હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ


SHARE







વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ

વાંકાનેર તાલુકાના જોધપર ગામે સીમમાં આવેલ જમીનમાંથી ચાલવાના રસ્તા બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે જે બાબતનો ખાર રાખીને બંને પક્ષેથી મારામારી અને બોલાચાલી કરવામાં આવી હતી અને હવે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જરીનાબેન સલીમભાઈ શેરસિયા જાતે મુસ્લિમ (૩૮)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુમતાજબેન, આરીફભાઇ, મહમદભાઈ, હસીનાબેન મહમદભાઈ, મામદહુસેન રહેમાનભાઈ, સેફુદ્દીન અબ્દુલભાઈ અને અબ્દુલભાઈ નુરમહંમદભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના સસરાની જમીન જોધપર ગામની સીમમાં આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટ કેસ ચાલુ છે ત્યારે આરોપી મુમતાજબેન, આરીફભાઈ અને મામદભાઈએ રસ્તામાં વચ્ચે પથ્થર નાખતા તે બાબતે ફરિયાદીએ પથ્થર નાખવાની ના પાડી હતી જેથી કરીને તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી ઝરીનાબેન તથા સાહેદોને ગાળો આપીને ઝપાઝપી કરી હતી તથા મૂઢ માર મારીને ઈજાઓ કરી હતી. ત્યારબાદ બાકીના આરોપીઓને બોલાવ્યા હતા જેમણે પણ ફરિયાદી અને સાહેદો સાથે બોલાચાલી કરી જપાજપી કરી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી મુમતાજબેન આરીફભાઈ શેરસિયા (૩૮) એ હાલમાં ઝરીનાબેન સેરસીયા, રીમતબેન શેરસીયા, સલીમભાઈ સેરસીયા, અબ્દુલભાઈનો દીકરો, રફિકભાઈ સેરસિયા અને રફિકભાઈનો દીકરો તથા ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની જોધપર ગામની સીમમાં જમીન આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે તે બાબતનો ખાર રાખીને આરોપી ઝરીનાબેન તથા રીમતબેને તેના સસરા સાથે બોલાચાલી કરીને તેને પીઠના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને મૂઢમાર મારી ઇજા કરીને ગાળો આપી હતી તેમજ બાકીના આરોપીઓએ બોલાચાલી કરીને ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી હતી અને ટ્રેક્ટરના ચાલકે રસ્તા વચ્ચે ગોઠવેલા પથ્થરોને તોડી નાખીને નુકસાન કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મુમતાજબેન સેરસિયા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ મળીને સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News