માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી : એન્ટિ રોમિયોસ સ્કોર્ડનુ નિર્માણ કરીને સ્ત્રી ઉત્પિડન ઉપર રોક લગાવવા કલેકટર સમક્ષ માંગ


SHARE











મોરબી : એન્ટિ રોમિયોસ સ્કોર્ડનુ નિર્માણ કરીને સ્ત્રી ઉત્પિડન ઉપર રોક લગાવવા કલેકટર સમક્ષ માંગ

મોરબીની અંદર હાલ સગીરા, યુવતી તેમજ સ્ત્રી ઉત્પિડનનાં બનાવો અતિશય વધી ગયા છે એ લવજેહાદ ના રૂપે નાબાલિક દીકરીઓને ફસાવવી હોય કે પછી હાલમાં જ બનેલા બ્યુટી પાર્લર ગેંગરેપ અને થોડા સમય પહેલા સુપર માર્કેટ પાસે છેડતીના વિડીયો વાયરલ થયા હતા. આવા અનેક કિસ્સાઓ મોરબીમાં બને છે.

જેના પગલે મોરબીની મહિલા પોતાની જાતને અ-સુરક્ષિત મહેસૂસ કરી રહી છે માતાઓ પોતાની દીકરીઓને એકલા ઘરેથી બહાર મોકલતા ડરે છે કે એની દીકરી સુરક્ષિત તો રહેશેને..? મોરબીમાં આવારા તત્વોના ત્રાસ અતિશય વધતો ગયો છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠનની નારી શક્તિ શાખા જે નારી સશક્તિકરણ માટે બનેલી શાખા છે અને અમે હરહંમેશ નારી શક્તિ માટે વિચારે છે તેના ધ્યાનમાં અનેક આવા બનાવવા આવ્યા છે જેથી કરી સડસ્થા દ્રારા જીલ્લા કલેકટરને લેખીતમાં જાણ કરેલ છે કે મોરબીમા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે જેથી કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે અને આવા કોઈપણ બનાવ ન બને તથા પોલીસની એક ટીમને એન્ટિ રોમિયો સ્કોર્ડ તરીખે રાખવામાં આવે જે આવારા તત્વો અને છેડતી કરતા અથવા બહેનોને હેરાન કરતા તત્વોને લગામ લગાવી શકે.જેથી મોરબીમાં સ્ત્રીઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે.સંસ્થાના હોદેદારોએ કલેકટરને વધુમાં જણાવ્યું હતુ કે મોરબીની તમામ મહીલાઓ વકી મારી આ વિનમ્ર રજૂઆત છ કે જેને ફક્ત આવેદનપત્ર કે એક કાગળ ન સમજશો. મોરબીની જે દશા છે તેના ઉપર ધ્યાન દોરશો અને પોલીસ વિભાગને માર્ગદર્શન આપી તેમા એન્ટી રોમિયો સ્કોર્ડ તૈયાર કરવામાં આવે એવી એકતા એજ લક્ષ્ય સંગઠનની નારી શક્તિ શાખાએ કડકપણે માંગ કરેલ છે.






Latest News