મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ નજીકથી ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ : ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE









હળવદ નજીકથી ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ : ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો

હળવદના કોયબા તરફથી આવતી દારૂ ભરેલી કારનો ડી સ્ટાફના જવાનોએ ફીલ્મી ઢબે પીછો કર્યો હતો જેથી કારમાં બેઠેલા શખ્સો કારને છોડીને નાશી ગયા હતા અને આ કારમાથી ૧૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩,૩૯,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ પોલીસના ડી સ્ટાફમાં ફરજ બજાવતા યોગેશદાન ગઢવી, ચંદભાઈ ઈંદરીયા, દેવેન્દ્ર સિંહ ઝાલા, વિજયભાઈ સહિતને મળેલી માહિતી મુજબ કોયબા તરફથી બાઇક સાથે અકસ્માત સર્જીને દારૂ ભરેલી કાર આવી રહી છે જેથી માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ઢવાણા બાજુથી આવતી કારને તેમાં બેઠેલા શ્ખ્સોએ પોલીસને જોઈને પાછી વાળતાં પોલીસે તે કારનો પીછો કર્યો હતો અને જીઆઈડીસી પાસેથી કાર રેઢી મળી હતી જેને ચેક કરતાં કારમાથી ૧૩૨ બોટલો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૯,૬૦૦ દારૂ તેમજ કાર મળીને ૩,૩૯,૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને ડ્રાઈવર સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના નવા શીરોઈ ગામેગામ બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે બાવળની ઝાડીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે ઘટના સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો ૨૨૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૪૪૦ રૂપિયાની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આ દેસી દારુ બનાવવાનો આથો જીવાભાઈ બાબુભાઈ પંચાસરા જાતે કોળી રહે, નવા શિરોઇ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે




Latest News