રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં મોરબીમાં કોંગ્રેસનાં આગેવાનોની બેઠક મળી


SHARE









કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં મોરબીમાં કોંગ્રેસનાં આગેવાનોની બેઠક મળી

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેના ભાગ રૂપે મોરબીમાં જિલ્લા, તાલુકા, શહેર કોગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરોની હાજરીમાં કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યની હાજરીમાં બેઠક મળી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના મુજબ લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને હાથ ઉપર લેવામાં આવેલ છે અને કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્ય દ્વારા લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બુથ લેવલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને લોકો વચ્ચે જઇને કોગ્રેસની વિચારધારા લોકો સુધી પહોચડવા માટે કામે લાગી જવા માટે કહ્યું હતું અને હાલમાં મોઘવારી, મંદી, બેકારી, સામાજીક વૈમનસ્ય, મહીલાઓની સુરક્ષા સહિતના મુદે સરકાર નિષ્ફળ છે ત્યારે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આ મુદને લઈને લોકોની વચ્ચે જવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે




Latest News