હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

અમદાવાદથી રાજકોટ બાજુ જતાં ટ્રકમાંથી ૯૨૫ પેટી દારૂ-બીયર સહિત ૫૧.૯૧ લાખનો મુદામાલ કબજે


SHARE







અમદાવાદથી રાજકોટ બાજુ જતાં ટ્રકમાંથી ૯૨૫ પેટી દારૂ-બીયર સહિત ૫૧.૯૧ લાખનો મુદામાલ કબજે

મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બંધ બોડીનો કન્ટેનર ટ્રક પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલા ટ્રકમાંથી દારૂ અને બિયરની ૯૨૫ પેટીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના જથ્થા સાથે હાલમાં બે રાજસ્થાની ધરપકડ કરીને કુલ ૫૧.૯૧ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલને બાતમી મળી હતી કેઅમદાવાદ તરફથી રાજકોટ બાજુ દારૂનો મોટો જથ્થો બંધ બોડીના ટ્રક કન્ટેનર નં. આરજે ૧૪ જીએફ ૨૯૦૨ માં જવાનો છે જેથી કરીને વાંકાનેર બાઉન્ડ્રી નજીક એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને ત્યારે ત્યનથી બાતમી મુજબનો ટ્રક નીકળતા તેને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાંથી દારૂ અને બીયરની પેટીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે ટ્રકના ડ્રાઈવર સહિત કુલ મળીને બે રાજસ્થાની ધરપકડ કરી હતી જેમાં ટ્રક ડ્રાઈવર ભેરારામ ભાખરારામ બિશ્નોઇ (૪૦) રહે. બલાના તાલુકો સાંચોર (રાજસ્થાન) અને ગોપાલ રત્નારામ બિશ્નોઇ (૩૦) રહે. ડાંગરા તાલુકો સાંચોર (રાજસ્થાન) વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી સુરેશ સુજાનારામ બિશ્નોઇ રહે. જાખલ હરીયાળી તાલુકો સાંચોર (રાજસ્થાન) વાળાનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને તે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે હાલમાં પોલીસે જે મુદામાલ કબજે કરેલ છે તેમાં દારૂનો મોટી ૪૪૨૮ બોટલ, દારૂની નાની ૧૫૮૮૮ બોટલ તેમજ બિયરના ૫૪૦૦ ટીન, ૧૦ લાખનો ટ્રક, એક મોબાઈલ ફોન અને ૨૧૦૦ રૂપિયા રોકડા મળીને ૫૧,૯૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસ






Latest News