મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂગર્ભ ગટર-વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કરવા અધિકારીઓને જિલ્લા સંકલનમાં તાકીદ


SHARE













મોરબીમાં ભૂગર્ભ ગટર-વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કરવા અધિકારીઓને જિલ્લા સંકલનમાં તાકીદ

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ સંકલન બેઠકમાં ધારાસભ્યઓએ મોરબી જિલ્લાના ગામડામાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સુચનો કર્યા હતા. ઉપરાંત સનાળા રોડ પર ભરાઇ જતા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન મુકીને યોગ્ય વ્યવસ્થા કરવા તથા મોરબીના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમા હાલ મોરબીના વિવિધ વિસ્તારમાં બંધ થયેલ પોસ્ટઓફિસ ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. તમામ ધારાસભ્યઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી દ્વારા અનુસુચિત જાતિના લોકોને પ્લોટ આપવા માટે રજુઆત કરાઈ હતી. વધુમાં આ બેઠકમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘનશ્યામનગરમાં પ્રાથમિક શાળાના નવા મકાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવાજમીન માપણીના વિવિધ પ્રશ્નોઆરોગ્ય વિભાગના કર્મચારીઓના પગારજિલ્લાના વિવિધ માર્ગો પરના દબાણો હટાવવા તથા ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ મોરબીમાં નિર્માણાધિન એરપોર્ટના પ્લાનમાં જરૂરી તમામ ફેરફાર કરવા વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયામોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાહળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાવાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીજિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘીજિલ્લા પોલીસ અધિકારી રાહુલ ત્રિપાઠીનિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા 






Latest News