મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતા લાગી આવતા યુવાને ભર્યુ અંતિમ પગલું : મોત


SHARE









મોરબીમાં પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતા લાગી આવતા યુવાને ભર્યુ અંતિમ પગલું : મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક નજીક રહેતા યુવાનના પત્ની છેલ્લા કેટલાક સમયથી રીસામણે ગયા હોય અને પરત આવેલ ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજત્તા હાલ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર પાસેથી મળતી માહીતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ જગાભાઈ બાબરીયા જાતે કોળી નામના ૩૮ વર્ષના યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે પોલીસે કરેલ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક રાજુભાઈ કોળી છૂટક મજૂરી કરી પરીવારનું ગુજરાત ચલાવતા હતા અને દરમિયાનમાં તેમના પત્ની કોઈ બાબતે તેમના માવતરે રિસામણે ચાલ્યા ગયા હોય અને પરત આવ્યા ન હોય તે બાબતનું મનમાં માઠપ લાગી આવવાથી રાજુભાઈ બાબરીયાએ અંતિમ પગલું ભરી લીધું હતું અને જેના પગલે તેમનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

હાર્ટ એટેકના લીધે મોત

મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મનસુખભાઈ ગોવાણી નામના ૫૭ વર્ષના આધેડ રાત્રિના સુતા હતા તે દરમિયાનમાં સવારે ઊઠ્યા ન હતા અને તેમના મૃતદેહને સિવિલે ખસેડવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવ સંદર્ભે હોસ્પિટલ સુત્રો દ્વારા સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હાર્ટ એટેકના લીધે રાજેશભાઈ ગોવાણીનું નિંદ્રાધીન અવસ્થામાં જ મૃત્યુ નીપજયુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કાજરડા વિસ્તારમાં રહેતા વલીમામદભાઈ દાઉદભાઈ ભટ્ટી નામના ૫૨ વર્ષના આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે વલીમામદભાઈ ભટ્ટી બાઈક લઈને જતા હતા ત્યારે મોરબી તાલુકાના સોખડા અને નાગડાવાસ ગામની વચ્ચે હાઇવે ઉપર રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજા પામતા તેમને હાલ સારવાર માટે લાવવામાં આવ્યા છે.






Latest News