રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામેથી સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અપહરણની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને માળીયા મિયાણાના વર્ષામેડી ગામના અમરશી ચતુર રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ. વાળાએ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં અપહરણના આ ગુનામાં આરોપી અમરશી ચતુર રાઠોડ (૨૧) રહે. વર્ષામેડી માળીયા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો ઈકબાલ જુસબ કટિયા (૨૫) નામનો યુવાન પોતાના ભાઈના ઘરેથી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે જલજલા પાન પાસે તેના બાઇક આડે ભૂંડ આડું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ઈકબાલ કટિયાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનવાની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં રહેતા રાજેશ બહુચરભાઈ વાઘેલા (૩૭) નામના યુવાનને હકાભાઇ તથા બીજા વ્યક્તિએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી ર્હય છે




Latest News