રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે બંધ પડેલ વોલ્વોમાં ડમ્પર અથડાતા યુવાનના મોતના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીના બાયપાસ રોડે બંધ પડેલ વોલ્વોમાં ડમ્પર અથડાતા યુવાનના મોતના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના અમરેલી ગામની સીમમાં પેટ્રોલ પંપ પાસે હાઇવે ઉપર ખાનગી વોલ્વો બંધ પડી હતી અને ત્યાં કોઈપણ પ્રકારની આડસ મૂકવામાં આવી ન હતી ત્યારે પાછળથી આવતું ડમ્પર ધડાકાભેર તે વોલ્વોમાં અથડાયું હતું જેથી ડમ્પરના ચાલકનું મોત નીપજયું હતું જે બનાવમાં ડમ્પરના માલિક દ્વારા વોલ્વો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વીરવાવ ગામે રહેતા રમેશભાઈ વાસુરભાઈ માલા જાતે આહિર બોરીચા (૪૩) એ વોલ્વો એફ.એમ. ગાડી નંબર કે.એ. ૧ એ.એલ. ૮૪૬૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ રામેશ્વર પેટ્રોલ પંપની સામે આરોપીની વોલ્વો ગાડી બંધ પડેલી હાલતમાં ટ્રાફિકને અડચણ રૂપ અને અકસ્માત સર્જે તે રીતે પડી હતી ત્યારે ફરિયાદીનો ડ્રાઇવર તેના હવાલા વાળું ડમ્પર નંબર જીજે ૩ ડીવાય ૫૯૪૯ લઈને ત્યાંથી નીકળતા બંધ પડેલી વોલ્વોની પાછળના ભાગમાં ધડાકાભેર ડમ્પર અથડાયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ડમ્પરના ચાલક મિનેશ રૂપસિંગ માવી (૨૮) રહે. રિંગોલ તાલુકો ભાબરા જીલ્લો જાંબુવા વાળાને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં ડમ્પરના માલિક દ્વારા વોલ્વો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પીએસઆઈ વી,જી. જેઠવા અને તેના વિજયભાઈ સવસેટા દ્વારા આરોપી ગુરુજંતસિંગ જાગીરસિંગ માન જાતે જાટ (૩૯) રહે. ફેરૂમાન તાલુકાઓ બાળા બકાણા અમૃતસિંગ પંજાબ વાળાની ધરપકડ કરેલ છે




Latest News