રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના શ્રીમ સિરામિક પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબીના શ્રીમ સિરામિક પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે વર્ષની બાળકીનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનીટના પાછળના ભાગે ઉપરોક્ત બનાવ બન્યો હતો જેમાં કારખાનામાંથી નિકળતા વેસ્ટ પાણીના ખાડાની અંદર રમતા રમતા પડી ગયેલ બે વર્ષની મજૂર પરિવારની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના શ્રીમ સિરામીકના પાછળના ભાગે કારખાનામાંથી નીકળેલા વેસ્ટ પાણીના ખાડામાં ત્યાં આવેલ લેબર કોલોનીમાં રહેતા મજૂર પરિવારની વનિતા દિલીપભાઈ ડામોર નામની બે વર્ષની બાળકી રમતા રમતા તે પાણીના ખાડામાં પડી ગઈ હતી જેના કારણે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજ્યું હતું અને પીએમ માટે તેના મૃતદેહને સિવિલે લાવવામાં આવતા હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આ બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અપ્હત સગીરા મોરબીમાંથી મળી આવી

મોરબીમાંથી છાસવારે ગંભીર ગુનાના આરોપીઓ મોરબીમાંથી પકડાય છે. દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા મોરબી હોવાની બાતમી મળતા સરસ્વતી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશકરણસિંહ અમરસિંહ મોરબી આવ્યા હતા અને અહીં મોરબીની સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરતા મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સ્પેરીઓ સીરામીક નજીકથી ભોગ બનેલ સગીરા આરોપી બકાજી શ્રવણજી ઠાકોર (ઉમર ૧૯) મૂળ રહે.મોટા નાયતા આખલાણી પાર્ટી પ્લોટ પાસે સરસ્વતી જિલ્લો પાટણ મધ્યપ્રદેશ સાથે મોરબીમાંથી મળી આવતા હાલ બંનેને તપાસના કામે સાથે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓને અહીં મોરબીમાં કામે રાખનાર નૈનસિંહ ગોકુલસિંહ રહે.મધ્યપ્રદેશ વાળાને પણ તપાસના કામે એમપી પોલીસ સાથે લઈ ગઇ હોવાનું જાણવા મળ્યુ છે.




Latest News