મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સત્તાધીશોએ બનાવેલ નંદીઘરનો ખર્ચ સહિતની તમામ વિગત જાહેર કરવા કોંગ્રેસની માંગ


SHARE















મોરબી પાલિકાના સત્તાધીશોએ બનાવેલ નંદીઘરનો ખર્ચ સહિતની તમામ વિગત જાહેર કરવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકામાં ભાજપ સતા ઉપર હતો ત્યારે બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જો કે તેની તપાસ કેમ કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે કોંગ્રેસ દ્વારા નંદીઘર બનાવવામાં આવ્યું તે સમયથી લઈને બંધ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં તેમાં પાલિકાના કેટલા રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા છે અને ત્યાં કેટલા ગૌવંશોને રાખવામા આવ્યા હતા તે સહિતની તમામ માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેમ કે, લંપી વાયસર સમયે ત્યાં ઘણા અબોલ જીવના મૃત્યુ થયા હતા તેની પણ સાચી માહિતી પાલિકા દ્વારા જે તે સમયે આપવામાં આવી ન હતી જેથી કરીને તમામ સત્ય હક્કિત લોકોની સામે આવે તે માટે કોંગ્રેસ દ્વારા પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી પાલિકામાં ભાજપ સતા ઉપર આવ્યો ત્યારે પાલિકાના સત્તાધીશોએ મોરબીના લોકોને  શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાની વાત કરીને નંદીઘરની જાહેરાત કરી હતી અને ત્યાર જુદીજુદી વ્યવસ્થા માટે પાણીની જેમ રૂપિયા વાપરવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા નંદી ઘર બનાવવામાં આવી હતું જો કે, આ નંદીઘરને પાલિકાની તિજોરી ભાજપ સતા ઉપર હતો ત્યારે જ સાફ કરી નાખવામાં આવી હતી જેથી કરીને આર્થિક કારણોસર નંદીઘરને બંધ કરવામાં આવેલ છે અને ત્યાં જે ગૌવંશ હતા તેને જુદીજુદી ગૌશાળામાં આપી દેવામાં આવ્યા છે ત્યારે નંદીઘરમાં કરવામાં આવેલ તમામ ખર્ચની વિગત જાહેર કરવામાં આવે તેવી વહીવટદાર અને ચીફ ઓફિસરને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી પડસુંબીયા, પૂર્વ કાર્યકારી અધ્યક્ષ એલ.એમ. કંઝારિયા તેમજ કે.ડી. બાવરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નંદીઘર બનાવવામાં આવ્યું હતું તેમાં પહેલા ઘણા આખલાઓને પકડીને મૂકવામાં આવ્યા છે તેવું કહેવામા આવતું હતું જો કે, હાલમાં ગૌશાળામાં જે ગૌવંશ આપવામાં આવ્યા તેની સંખ્યા તો ખૂબ જ ઓછી છે તો પછી અગાઉ જે આંકડો આપવામાં આવતો હતો તે મુજબના વધારાના ગૌવંશ કયા ગયા તે તપાસનો વિષય છે જેથી કરીને નંદીઘરમા આંકડાની માયાજાળ કરીને નાણાકીય ગોલમાલ કરવામાં આવી હોય તેવું દેખાઇ રહયું છે ત્યારે આ નંદીઘર બ્નાવવામાં આવ્યું ત્યારથી લઈને બંધ કર્યું ત્યાં સુધીના તેના ખર્ચા અને ગૌવંશની સંખ્યા વિષેની સંપૂર્ણ સાચી માહિતી લોકોની સમક્ષ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News