રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોમવારે સાંજે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી કાઢવામાં આવી હતી ત્યારે જુદાજુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો તેમાં જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ કરવામાં આવી હતી જે ગ્રીન ચોક અને દરબાર ગઢ થઈને સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોચી હતી ત્યારે કેસરિયા ધ્વજથી મોરબીમાં કેસરીયો માહોલ ઊભો થયો હતો આ સનાતન સ્વાભિમાન યાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે માનોજસિંહ જાડેજા (સાપર), મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (વાઘારવા), શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ (વીરપરડા), મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ સહિતના રાજપૂત સમાજના આગેવાનો, હોદેદારો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી




Latest News