રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૫૫૨  દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવાઈ


SHARE









મોરબી જિલ્લામાં ૧૫૫૨  દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવાઈ

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.  રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી  છે.

સમાજ કલ્યાણ અધિકારી ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૫૫૨ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને ૧,૮૦,૮૦,૦૦૦  ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાતવર્ગની ૧,૨૯૭ દીકરીઓને ૧,૫૧,૧૬,૦૦૦ અનુ. જાતિ શહેરી વિસ્તારમાં ૮૫ દીકરીઓને  રૂ. ૯,૮૪,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૦ દીકરીઓને  રૂ. ૧૯,૮૦,૦૦૦ ની સહાય આપવામાં આવી છે. “કુંવરબાઈનું મામેરું સહાય યોજના” માં પહેલા ૧૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં ૨,૦૦૦ નો વધારો થતાં હાલ ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૬,૦૦,૦૦૦ ની રાખવામાં આવી છે. અનુ. જાતીની કુટુંબ દીઠ બે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમાં યુવકની વય ૨૧ વર્ષ તથા કન્યાની વય ૧૮ વર્ષ હોવી આવશ્યક છે. અને લગ્નની તારીખથી ૨ વર્ષના સમય ગાળામાં અરજી કરી શકાય છે.




Latest News